તા.૫.૬.૨૦૧૭ સારંગપુર નો પ્રસંગ છે....

🇦🇹 *મહંતસ્વામી મહારાજ પ્રસંગમ્ *🇦🇹
   💐 અંતર્યામીથી શું અજાણ હોય..... 💐

તા.૫.૬.૨૦૧૭ સારંગપુર નો પ્રસંગ છે.



મહંતસ્વામી મહારાજ સામાન્યતઃ ભોજન અંગીકાર કર્યા બાદ ૧૦૦ ડગલાં ચાલે છે, પણ આજે શયન પહેલાં ચાલવા પધાર્યા. 

વળી, અણધાર્યા જ શયનકક્ષની બહાર પધાર્યા. 



આ લીલાનું રહસ્ય ત્યારે તરત ઉદ્દઘાટિત થયું. હરિસ્નેહ્દાસ સ્વામી ગોંડલ અક્ષરમંદિરથી ઘનશ્યામ મહારાજનો પ્રાસાદિક હાર લઈને સ્વામીશ્રીને પહેરાવવા આવ્યા હતા, પણ સ્વામીશ્રી શયનકક્ષમાં પધારી જતાં સંકલ્પ અધૂરો રહ્યો... 

છતાં તે શ્રદ્ધાથી ઉભા રહ્યા. એટલામાં તો સ્વામીશ્રી પધાર્યા. હરિસ્નેહ્દાસ સ્વામી એ હાર પહેરાવ્યો.

સંતોએ પૂછ્યું, ‘આમનો સંકલ્પ પૂરો કરવા પધાર્યા ?

સ્વામીશ્રીએ ‘સ્પષ્ટ’ હા કહી.

પોઢવાની છેલ્લી ક્ષનો સુધી ભક્તોને રાજી કરી, સંકલ્પો પુરા કરી, ગુરુહરિ ૧૦.૦૦ વાગે આરામમાં પધાર્યા.

Comments