સ્વામિનારાયણ મહામંત્ર એ માત્ર છ અક્ષરનો શબ્દ નથી.......

Dailly Prasang 

સ્વામિનારાયણ મહામંત્ર એ માત્ર છ અક્ષરનો શબ્દ નથી. પણ ભગવાનનું વાઙ્મય સ્વરૂપ છે.
જ્યારે મહામંત્રનું આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે સીધો સંબંધ
ભગવાનની સાથે જોડાય છે. 



એક વખત કુંડળ ગામમાં અમરા ભગત રાત્રિના સમયે ઢોલિયામાં
સૂતા સૂતા પડખાં ફેરવતાં ફેરવતાં 
સ્વામિનારાયણ- સ્વામિનારાયણ
ભજન કરવા લાગ્યા. 
આ નાદનો
પોકાર શ્રીહરિએ ગઢપુરમાં
સાંભળ્યો. મધ્યરાત્રિએ
તત્કાળ માણકી ઘોડી ઉપર અસવાર થઈને શ્રીહરિ અમરા ભગતની
ડેલીએ ટકોરા દીધા.
કમાડ ખોલતાં જ 
શ્રી સ્વામિનારાયણ
ભગવાનને જોતાં અમરા ભગત તો આભા જ થઈ ગયા. 
આ કોણ ?
આંખો ચોળીને સતેજ થયા.
“પ્રભુ! આપ ? 
આ સમયે ? 
કેમ પધાર્યાં ?”
શ્રીહરિએ કહ્યું કે, “તમે બોલાવો તો આવવું જ પડે ને ?”
પણ
“મેં ક્યાં આપને બોલાવ્યા છે ?” અમરા ભગત બોલ્યા
શ્રીહરિ કહે 
“સ્વામિનારાયણ-
સ્વામિનારાયણ કોણ કરતું હતું ?”
અમરા ભગત કહે 
“એ તો પ્રભુ ! મને હેવા પડી ગયા છે- ટેવ પડી ગઈ છે.” ત્યારે શ્રીહરિ કહે 
“હે અમરા ભક્ત ! મને પણ મારો ભક્ત
સંભારે ત્યાં પહોંચી
જવાના હેવા-ટેવ પડી ગઈ છે.”
અમરા ભક્તના મુખમાંથી શબ્દ સરી પડ્યા ! 
“હે કરુણાના કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નહીં.”



આમ  સ્વામિનારાયણ
મહામંત્રના માધ્યમથી જે શ્રીહરિને સંભારે છે તેના માટે શ્રીહરિ
તત્કાળ આવીને પ્રગટ થાય છે.

રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે;
વળી કરતાં ઘરનું કામ, ઘડી ન વિસારીએ રે.

Comments