Daily prasang...jay swaminarayan

Daily Prasang 




  • સ્વામીશ્રીનો નિર્મળ ક્ષમાપ્રવાહ એટલો પ્રબળ હોય છે કે એમનો અપરાધ કરનાર કયારેક એમનો ચાહક બની જાય છે અને કયારેક માત્ર ચાહક નહીં એક સમર્પિત ભકત બની જાય છે......!
  • અટલાદરામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપતા બ્રહ્મજીવન સ્વામીને પણ સ્વામીશ્રીની ક્ષમાભાવનાનો વિશિષ્ટ અનુભવ છે. 

  • તેઓ કહે છે : “એક વખત મેં ઘણા સમયથી મનમાં રમતી વાત નિખાલસપણે સ્વામીશ્રી પાસે રજૂ કરી દીધી : ‘બાપા ! પહેલાં મારે અણસમજ હતી. અને તેથી આપનો ખૂબ દ્રોહ કર્યો છે. 
  • ‘બંડિયા છે, લોકોને ધૂતે છે, પોતે ભગવાન થાય છે,’ આવું હું બધાને આપના માટે કહેતો. અને એવાં કટિંગ પુસ્તકો કે છાપામાં આવે તે ભેગાં કરીને બતાવતો, છતાં મને કૃપા કરીને આપના ખોળામાં લઈ લીધો, અને સાધુ પણ કર્યો, મારા પર ખૂબ કૃપા કરી. 

  • તો હવે પહેલાંનું માફ કરજો..’ મારી આંખમાં આંસુ આવી ગયાં, તે જોઈ સ્વામીશ્રી પણ ભાવાદ્ર થઈ ગયા. 
  • માથે હાથ મૂકી પ્રેમથી કહે : ‘એ ભૂલી જવું. યોગીબાપા બેધારી તલવાર જેવા હતા. તમે એમનું જાણે-અજાણે, 

  • જ્ઞાનથી અજ્ઞાનથી નામ લીધું તેમાં આ કામ થઈ ગયું. હવે ભૂલી જવાનું. 
સત્પુરુષ દયાળુ છે, બધું માફ કરી દે છે...’ સ્વામીશ્રી બોલતા રહ્યા ને હું તેમનાં ચરણ ભીંજવતો રહ્યો..."

Comments